આ માતાનાં મંદિરનો ઇતિહાસ છે અનોખો…રા’નવઘણનાં 9 લાખ સૈન્યને જમાડયા હતાં એક જ કુલડીમાંથી..જાણો કહાની…

આ માતાનાં મંદિરનો ઇતિહાસ છે અનોખો…રા’નવઘણનાં 9 લાખ સૈન્યને જમાડયા હતાં એક જ કુલડીમાંથી..જાણો કહાની…

જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકામાં ચકલીના માળા જેવડું ધુળસીયા ગામ આવેલું છે. જ્યાં આઈ શ્રી વરૂડી માં નું દિવ્યમંદિર આવેલું છે. જે કાલાવડ થી 12 કિલોમીટર અને જામનગર થી 36 કિલોમીટર દૂર થાય. તો ચાલો જાણીયે આઈ વરૂડી માં ની પ્રાગટ્ય કથા.

Advertisement

કચ્છમાં ખોડાસર ગામે સાંખડા નરા નામનો ચારણ રહેતો હતો. સાંખડા ચારણને દર વર્ષે પગપાળા હિંગળાજ માતા એ જવાની નેમ હતી. એટલે તે સિંધમાં એટલે આજના પાકિસ્તાન મા તેમની કુળદેવી આઈ હિંગળાજ ના દશૅને ગયા હતા. તે વખતે એવુ કહેવાય છે કે ચાલતા હિંગળાજ માતા એ જતા ત્રણ મહિના થતા.

Advertisement

સાંખડોજી હિંગળાજ માતા એ પહોચ્યાં, માતાજી ના દશૅન કર્યા, અને પુજારીને શ્રીફળ આપતા કહ્યું લ્યો આ શ્રીફળ માતાજીને ધરાવો, પણ આ શું જેવું પુજારી શ્રીફળ વધેરવા ગયા ત્યાં તો તેમના હાથમાં શ્રીફળનાં બે કટકા થઇ ગયા,એટલે સાંખડાજીએ બિજુ આપ્યું તેના પણ બે કટકા થે ગયા. આમ કરતાં પુજારીના હાથમા સાત સાત શ્રીફળના બે કટકા થઇ ગયાં. સાંખડોજી સમજી ગયા કે નેહડે નક્કી કોઈ અઘટિત ઘટના બની છે નહિતો આવુ થાય નહિ. માતાજીને મનોમન પ્રાથૅના કરવા લાગ્યા..કે હે..માવડી…માં જગદંબા…રખોપા રાખજે માં…

Advertisement

Advertisement

આમ કરતા રાત પડી ને મધરાતે ત્યાં આઈ સાંખડા ચારણને સોણે(સપને) આવ્યાં કે બાપુ હું તમારે ત્યાં દીકરી રૂપે જન્મી છું અને જનમતા જ મારુ કદરુપુ ને વરવુ રુપ જોઈ મને દાટી દીધી છે, સાત દિવસમાં આવીને મને બહાર કાઢજો, હું સૌનુ કલ્યાણ કરવા આવી છું. જોજો બાપુ મોડુ ના કરતાં, સાત દિવસમાં નહિ આવો તો આઠમાં દિવસે હું મારી લીલા સંકેલી લઈશ..

Advertisement

ચારણ ઊંઘમાંથી જાગી ગયાં,ને વિચારવા લાગ્યા કે ત્રણ મહિને ઘરે પહોચાય. સાત દિવસમાં કેવી રીતે પહોચાશે..આંખે આંસુંડાની ધાર વહેવા લાગી…માંને કગરવા લાગ્યા…આ તે કેવી કસોટી માં,મને માર્ગ બતાવ માડી.. આ સાંભળી પુજારી જાગી ગયાં.શું થયુ ચારણ ? સાંખડાજીએ બધી વાત કરી….પુજારીએ આસ્વાસન આપતા કહ્યુ..ચિંતા કરશો મા ચારણ..જગદંબા હિંગલાજ તમારી વહારે આવશે…તમ તમારે માતાજીનું નામ લઈ હાલી નીકળો…

Advertisement

Advertisement

માતાજીના નામનું રટણ કરતા કરતા સાંખડોજી હાલવા માંડ્યા..દિવસે ના કપાય એટલો માર્ગ રાતે ને રાતે ના કપાય એટલો માર્ગ દિવસે કપાવા લાગ્યો…માતાજીએ સહાય કરીને બરોબર સાતમા દહાડે(દિવસે) ગામને પાદર પહોંચી ગયા…નેહડે પહોચતા જ બધાને પુછયુ કે મારી દિકરીને તમે ક્યાં દાટી છે. જટ મને તે જગ્યા બતાવો..લોકો વિચારવા લાગ્યા કે આમને ક્યાંથી ખબર પડી કે દિકરીને જનમતાજ ભોંયમા દાટી દીધી છે…

Advertisement

લોકોએ કહ્યુ કે દીકરીનું જનમતા જ વરવુ રુપ હતુ અને આગલા બે દાંત લોઢા જેવા કાળા ને મોઢું બિહામણું દેખીને એને ડાકણ સમજી સગાંએ ગામને પાદર વડ નીચે છ દિવસથી ભોયમાં દાટી છે..અને હવે તો તે જીવીત પણ નહીં હોય..સાંખડોજી દોડીને વડલા નીચે પહોચ્યાને ખોદવા લાગ્યા….

Advertisement

અને આ શું ? દીકરી જીવીત હતી. લોકો આ જોઈ વિચારમા પડી ગયા કે છ દિવસથી હવા,પાણી,ને માના ધાવણ વગર આ જીવીત છે…નક્કી આ કોઈ જગદંબાનો અવતાર છે. બાપે આવીને જીવતાં ખોદી કાઢેલાં, કદરૂપાં ખરાં ને, એટલે નામ વરવડી (વરૂડી) પાડ્યું. અને બધાએ ભેગા થઇ આઈ શ્રી વરૂડી માંની જય બોલાવી…

Advertisement

Advertisement

સમય જતા વાર નથી લાગતી અને એક વખત કચ્છમાં દુકાળ પડ્યો.પાણી અને ઘાંસચારો સુકાવા માડ્યાં..ઢોરઢાંખર ઘાસચારા વગર મરવા લાગ્યા… સાંખડા ચારણે બધાને ભેગા કરી કહ્યુ કે આ કારમા દુકાળમાં આપણા ઢોરઢાંખર ને આપણે જીવવા હારુ હવે આ ધરતી ને છોડવી પડશે..સૌએ આઈ વરૂડીમાને પુછ્યુ.

એટલે માતાજી એ ધ્યાન ધરી સૌને કહ્યુ કે દખ્ખણ દિશાની ધરતી હરિયાળી છે. ત્યાં પાણી અને ઘાસચારો ખૂબ જ છે અને આઈ વરૂડીમાની જય બોલાવી સૌવ ચાલી નીકળ્યાં..ને જે ધરતી પર આવ્યા તે ફુલઝર નદી ને કાંઠે આજનું ધુળશીયા ગામ છે.

આજે પણ માઁ વરૂડી ના પરચા અપરંપાર છે. જામનગર જીલ્લામા ધુડશીયા ગામે આઈ વરૂડી માઁ નુ મંદિર અને વડલો તથા નવઘણ સેનાના ઘોડાને માટે ધાન્ય નો ઢગલો એટલે કે ધુડીયા ઢગ, જે આ ઇતિહાસ ની સાક્ષી પુરે છે….અહીંયા માતાજી નું પાવનકારી સ્થાનક છે જ્યાં માં વરૂડી બેન જટૂકલી અને ચરૂડીની સાથે બિરાજમાન છે. આ મંદિર માં દર વર્ષે સ્વયંભૂ એક ત્રિશૂળ પ્રગટે છે.

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!