આ લ્યો કો, હવે માં ની કોખમાં નહીં લેબોરેટરીમાં બનશે બાળકો.. રોબોટ કરશે નાની માં જેવી દેખભાળ અને ઉછેર..

આ લ્યો કો, હવે માં ની કોખમાં નહીં લેબોરેટરીમાં બનશે બાળકો.. રોબોટ કરશે નાની માં જેવી દેખભાળ અને ઉછેર..

બાળકોની દેખરેખ માટે AI નેનીઃ આવનારા સમયમાં, બાળકને જન્મ આપવા માટે માતાના ગર્ભ (કૃત્રિમ ગર્ભ)ની જરૂર રહેશે નહીં અને તેને ઉછેરવા માટે રોબોટિક નર્સો અને મિડવાઇવ્સ પણ ઉપલબ્ધ હશે.

Advertisement

ટેક્નોલોજીના મામલે ચીન પાસે કોઈ જવાબ નથી. મશીનો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં મામલામાં દરરોજ નવી-નવી ચીજો વિકસાવી રહેલા ચીને હવે બાળકના જન્મ જેવા કામ માટે મશીનો તૈયાર કર્યા છે.

Advertisement

આવનારા સમયમાં ગર્ભથી લઈને નવજાત શિશુ સુધીનું સમગ્ર કામ લેબમાં જ થશે. એટલું જ નહીં, પરંતુ તેમની પ્રારંભિક સંભાળ માટે રોબોટિક નર્સોની જરૂર પડશે.

Advertisement

ચીનના સંશોધકો ડેવલોપ્ડ રોબોટિક નર્સે તેમના લેટેસ્ટ રિસર્ચમાં ખુલાસો કર્યો છે કે જેવી રીતે માતાના ગર્ભમાં ભ્રૂણનો વિકાસ થાય છે તેવી જ રીતે તેને લેબમાં પણ વિકસાવી શકાય છે.

Advertisement

કૃત્રિમ ગર્ભાશયમાં પણ બાળકના વિકાસમાં 9 મહિનાનો સમય લાગશે. આ દરમિયાન, લેબમાં વિકસિત કૃત્રિમ ગર્ભાશયમાં જન્મેલા બાળકની સંભાળ રાખનારો રોબોટ પણ બનાવવામાં આવ્યો છે, જે હંમેશા નર્સની જેમ તેના પર નજર રાખશે.

Advertisement

Advertisement

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, સુઝોઉ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોમેડિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના સંશોધકોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ રોબોટિક મિડવાઈવ્સનો ઉપયોગ કર્યો છે.

Advertisement

હાલમાં તે ઉંદરો પર નજર રાખી રહી છે. ચીનના વૈજ્ઞાનિકોનું આ સંશોધન જર્નલ ઓફ બાયોમેડિકલ એન્જિનિયરિંગમાં પ્રકાશિત થયું છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રોબોટિક મિડવાઇફ અને આર્ટિફિશિયલ એમ્બ્રીયો એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે

Advertisement

કે આખી પ્રક્રિયા યોગ્ય રીતે ચાલી રહી છે. આ રોબોટિક મિડવાઇવ્સ જ્યારે કંઇક ખોટું થાય ત્યારે વૈજ્ઞાનિકોને ચેતવણી આપે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લેબમાં બાળકના વિકાસને કારણે તેમના જીન કરેક્શન પણ થઈ શકે છે.

Advertisement

તેમના સ્વાસ્થ્ય પર થતી ખરાબ અસરો કે રોગોને અટકાવી શકાય છે. માતા-પિતાની જરૂરિયાત મુજબ બાળક બનાવી શકાય છે. બાળકમાં કયા ગુણો મૂકવાના છે અને ક્યા ઓછા કરવાના છે,

Advertisement

તે જાતે જ નક્કી કરી શકાય છે. સરળ રીતે કહીએ તો, તેઓ ડિઝાઇનર બેબી હશે. ચીન ભલે આ પ્રયોગથી ખુશ હોય, પરંતુ ઘણા દેશો તેને અનૈતિક ગણાવીને તેનો વિરોધ કરી રહ્યા છે. તે કુદરતની પ્રક્રિયાને અવરોધવા જેવું છે.

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!