જે વિસ્તારમાં સદીઓથી કોઈ નહોતું ગયું ત્યાં મળ્યો 4500 વર્ષ જૂનો હાઇવે.. એ સમયનું કામકાજ જોઈને એન્જીનિયરોના ઉડી ગયા હોંશ..

જે વિસ્તારમાં સદીઓથી કોઈ નહોતું ગયું ત્યાં મળ્યો 4500 વર્ષ જૂનો હાઇવે.. એ સમયનું કામકાજ જોઈને એન્જીનિયરોના ઉડી ગયા હોંશ..

દુનિયા વિચિત્ર વસ્તુઓથી ભરેલી છે, જેના પુરાવા સમયાંતરે જોવા મળે છે. સંશોધકો પણ એવી વસ્તુઓની શોધમાં વ્યસ્ત છે જે જોયા અને સાંભળ્યા પછી આશ્ચર્ય થાય છે. એ વાત ચોક્કસ છે કે દુનિયાભરમાં હજુ પણ આવા ઘણા રહસ્યો વણઉકેલ્યા છે જે હજુ ઉકેલવાના બાકી છે

Advertisement

.તાજેતરમાં પુરાતત્વવિદોને એવી એક વાત જાણવા મળી છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે. સાઉદી અરેબિયામાં આ અનોખી વસ્તુ જોવા મળી છે. અહીંના પુરાતત્વવિદોને લગભગ 4500 વર્ષ જૂના એક હાઇવે વિશે જાણકારી મળી છે.

Advertisement

આવા હાઇવેનું મળવું એ સંકેત છે કે આટલા વર્ષો પહેલા પણ લોકોને રસ્તા બનાવવાની જાણકારી હતી. એટલું જ નહીં, હાઈવેની બંને બાજુએ કબરો પણ મળી આવી છે, જે હજારોની સંખ્યામાં છે. આવો જાણીએ આ હાઇવે વિશે વિગતવાર…..

Advertisement

એક મીડિયા રિપોર્ટ અનુસાર, યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના એક્સપ્લોરર્સ છેલ્લા એક વર્ષથી હેલિકોપ્ટર દ્વારા હવાઈ સર્વેક્ષણ કરી રહ્યા હતા. લેખક મેથ્યુ ડાલ્ટન આ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. ત્યારે જ તેઓએ એક આશ્ચર્યજનક રસ્તો શોધી કાઢ્યો.

Advertisement

આ માર્ગો 1,60,000 કિમીમાં ફેલાયેલા છે. જ્યારે આ માર્ગોની તપાસ કરવામાં આવી ત્યારે ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી. સંશોધકોએ આ માર્ગની સેટેલાઇટ ઇમેજ પણ તપાસી અને રિપોર્ટ બનાવ્યો. આ અહેવાલ હોલોસીન જર્નલ રિસર્ચમાં પણ પ્રકાશિત થયો છે.

Advertisement

જાહેરાતરિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હજારો વર્ષ જૂના રસ્તાની આસપાસ લગભગ 18 હજાર કબરો પણ મળી આવી છે. સંશોધક મેલિસા કેનેડી અનુસાર, આ કબરો 4500 વર્ષ જૂની છે

Advertisement

Advertisement

તસવીરો જોઈને એવું લાગે છે કે આ કબરોમાં કોઈ એક વ્યક્તિ દફનાવવામાં આવી હશે અથવા તો ઘણા લોકોને એકસાથે દફનાવવામાં આવ્યા હશે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આટલા વર્ષો પછી પણ આ કબરો અકબંધ હતી.

Advertisement

હવે સંશોધકો 18 હજાર કબરોમાંથી 80 કબરોનું ખોદકામ કરીને તેમના વિશે માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.સંશોધકો માટે સૌથી મોટું આશ્ચર્ય એ હતું કે આ કબરો આ રસ્તાઓ પર શા માટે બનાવવામાં આવી હશે.

Advertisement

સંશોધકો તેમના પોતાના તર્ક દ્વારા આ અનુમાન કરી રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે હાઈવે બનતા પહેલા અહીં લોકોને દફનાવવામાં આવ્યા હશે.સંશોધકોએ આ માર્ગની સેટેલાઇટ ઇમેજ પણ તપાસી અને રિપોર્ટ બનાવ્યો. આ અહેવાલ હોલોસીન જર્નલ રિસર્ચમાં પણ પ્રકાશિત થયો છે.

Advertisement

તે જ સમયે, એવી દલીલ પણ કરવામાં આવી રહી છે કે લોકોએ જમીન પર પોતાનો અધિકાર જમાવવા માટે કબરો બનાવી હશે. કેટલાક લોકો એવું પણ માને છે કે લોકો તેમના મૃત પરિવારના સભ્યોને આવતા-જતા જોઈ શકે છે,

Advertisement

તેથી જ આ લોકોને રસ્તાની બાજુમાં દફનાવવામાં આવ્યા હશે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ હાઈવે યમન સુધી ગયા હોવા જોઈએ, કારણ કે ઉત્તર સીરિયા અને યમનમાં પણ આવી કબરો મળી આવી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!