અમદાવાદના પાલડીની એક યુવતી ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ કરતા હત્યાનો મામલો સામે આવ્યો અને પછી સૂરજ ભુવાજી સહિત 8 આરોપીની સંડોવણી ખૂલતા સમગ્ર ભાંડો ફૂટ્યો. જાણો તમામ માહિતી.
પ્રેમિકાથી પીછો છોડાવવા માટે પ્રેમી ભુવાજીએ હત્યાનું કાવતરું રચ્યું અને એક વર્ષ બાદ હત્યાનો ભાંડો ફૂટતા મહિલા સહિત 8 આરોપીઓની LCBની ટીમે ધરપકડ કરી છે. (તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા
ઋત્વિજ સોની, અમદાવાદઃ પ્રેમિકાથી પીછો છોડાવવા માટે પ્રેમી ભુવાજીએ હત્યાનું કાવતરું રચ્યું અને એક વર્ષ બાદ હત્યાનો ભાંડો ફૂટતા મહિલા સહિત 8 આરોપીઓની LCBની ટીમે ધરપકડ કરી છે
પ્રેમિકાથી પીછો છોડાવવા માટે પ્રેમી ભુવાજીએ હત્યાનું કાવતરું રચ્યું અને એક વર્ષ બાદ હત્યાનો ભાંડો ફૂટતા મહિલા સહિત 8 આરોપીઓની LCBની ટીમે ધરપકડ કરી છે. (તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા)
આ ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો ગત 20 જૂન 2022ના દિવસે ધારા કડીવાર જૂનાગઢથી આરોપી મિત શાહ અને સુરજ સોલંકી ઉર્ફે ભુવાજી સાથે નીકળી હતી.
જો કે, તે પહેલાં જ તેની હત્યાનું પ્લાનિંગ કરી દેવામાં આવ્યું હતું અને ધારાને અમદાવાદ લાવવાને બદલે ચોટીલા પાસેના વાટાવછ લઈ જવાઈ હતી. ત્યાં ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી સૂરજ ભુવાજીનો ભાઈ યુવરાજ સોલંકી અને મુકેશ સોલંકી, ગુંજન જોશીએ ધારાને ધમકાવીને સૂરજ સામે કરેલા કેસ પરત ખેંચી લેવા તકરાર કરી હતી
આ ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો ગત 20 જૂન 2022ના દિવસે ધારા કડીવાર જૂનાગઢથી આરોપી મિત શાહ અને સુરજ સોલંકી ઉર્ફે ભુવાજી સાથે નીકળી હતી. જો કે, તે પહેલાં જ તેની હત્યાનું પ્લાનિંગ કરી દેવામાં આવ્યું હતું અને ધારાને અમદાવાદ લાવવાને બદલે ચોટીલા પાસેના વાટાવછ લઈ જવાઈ હતી.
ત્યાં ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી સૂરજ ભુવાજીનો ભાઈ યુવરાજ સોલંકી અને મુકેશ સોલંકી, ગુંજન જોશીએ ધારાને ધમકાવીને સૂરજ સામે કરેલા કેસ પરત ખેંચી લેવા તકરાર કરી હતી